રેતીને દરિયામાં ભળવાની છે મૂંઝવણ,
ને મને તારી પાસે આવાની છે મૂંઝવણ...
તારાઓને આકાશમાંથી ખરવાની છે મૂંઝવણ,
ને મને તારાથી દૂર જવાની છે મૂંઝવણ...
સંગીતને તેના સૂર ચુકવાની છે મૂંઝવણ,
ને મને મારું હૈયું ગુમાવાની છે મૂંઝવણ...
આભને ધરા સાથે મળવાની છે મૂંઝવણ,
ને મને મારો આતમ સોંપવાની છે મૂંઝવણ...
તોફાનમાં ફસાયેલી નાવડી સમી છું ,
ને માત્ર એક સાચાં કિનારાને ઝંખું છું...
મારા અધૂરાપણાની મૂંઝવણ
મૂંઝાશે કે કેમ તેનાથી વંચિત છું,
પણ તારા અધૂરાપણાની મૂંઝવણ મુંઝવીને
તારો હું સાથ બનવા ઈચ્છું છું...
- જૈવિકા ડાભી