Wednesday, 1 April 2015

"લાગણી તેણીની"

તેણી એક સુંદર રચના છે કુદરતની,
પુરુષની અધુરપને દુર કરવા એ જન્મી...

તેણી રાખે નાની નાની અપેક્ષા તે પુરુષ પાસે,
નથી ઝંખતી વધારે કંઈ પણ થોડી ખુશીઓ યાચે...

તેણીને નથી જરૂર મોટા વાયદા કે સપનાં  તણી,
ભૂખી છે એ ઘડી ભરના સાથની અને હુંફ તણી...

તેણી  વિતાવવા કરે છે નક્કી જીવન અજાણ્યા જન સાથે,
ને માંગે તેના બદલામાં અખૂટ વિશ્વાસ સામે પક્ષે...

તેણી નુતન જીવનની કેડી એ ડગ માંડે સર્વસ્વ સોંપી, 
ને રાખે આશા પ્રેમ અને સન્માન તણી...

તેણી  સજે સોળ શ્રુંગાર નિજ પુરુષ કાજે હર્ષે,
તે બદલ વેણ બે મીઠાં પ્રશંસા તણાચાહે...

તેણી  છે ઢાલ જીવનના સુખ દુઃખ તણી,
જીવનના જંગમાં લડવા દો તેને નિર્ભય બની...

તેણી  જન્મો જનમ જીવે છે પોતાના પુરુષના સુખ કાજે,
ઈચ્છે છે જીવવા બસ શાંતિભર્યું જીવન તેની સાથે...

- જૈવિકા ડાભી 

No comments:

Post a Comment