આંગળીના ટેરવે ગણાય એટલા દિવસ થયા છે,
કેટલો જાણું છું એને, એની જાણ નથી મને...
ખુશીની લેહેરો એના શરીર પર તરવડે છે,
હું કેમ એમાં તણાઉ છુ, એની જાણ નથી મને...
એના મુખ પર ઉદાસીનતા છવાઈ છે,
એનું દુખ મને કેમ થાય છે, એની જાણ નથી મને...
અબજો પ્રશ્નોનો ભંડાર એના મનમાં છલકાય છે,
જવાબ હું કેમ શોધું છું, એની જાણ નથી મને...
એના વર્તનમાં જરાક પણ બદલાવ વર્તાય છે,
એની અસર મને કેમ થાય છે, એની જાણ નથી મને...
એના વિશે કંઈ જ જાણ નથી મને,
છતાંય દિલમાં એના વિચારોની ચળવળ કેમ છે,
એની જાણ નથી મને...!!
એની જાણ નથી મને...!!
-જૈવિકા ડાભી