જે પાસે છે મારા દિલની...
જયારે જોયો એને પેહલીવાર,
આવ્યો મનમાં એક વિચાર...
પાણી જેવું ખળખળતું હાસ્ય એનું,
ને બાળક જેવું ચંચળ મન એનું...
જીવનની એક એક ક્ષણ માણતો,
ને ક્ષણે ક્ષણે બનતી યાદોમાં માનતો...
ભલેને હોય એનું મન ઉદાસ,
પણ કદી ન થવા દે એનો આભાસ...
બીજાનું દુઃખ તો જાણે એનું પોતાનું,
ને એનું દુઃખ હોય બધાંથી છાનું...
ખાસ વ્યક્તિ માટે બધું કરી જાણતો,
ને એને જ પોતાનું જીવન માનતો...
જીવનના કઠીન માર્ગે રહ્યો મારી સાથ,
પણ ખબર નથી ક્યાં સુધી હશે એ મારી સાથ...??
સૂન થઇ જવાય છે તન મનથી,
એનાથી દૂર થવાના એક વિચાર માત્રથી...!!
પરંતુ હા,એક ખુશી રેહશે મને હંમેશ,
કે કદાચ હું પણ હતી એના માટે એક વ્યક્તિ વિશેષ...
- જૈવિકા ડાભી
OH MY GODDDDDDDDD.....!!!!!!!!! radai padi gaandi..!!
ReplyDelete