ક્યારેક માંગણી નથી હોતી ઝાઝી,
એ એક પ્રેમભરી નજર જ બસ છે...
ભ્રમ છે કે સ્પર્શથી તન-મન મોહાય,
ક્યારેક એક નટખટ નજર જ બસ છે...
શબ્દો ક્યારેક વણકહ્યા જ સારા,
એ નજર નજરમાં વાંચવું જ બસ છે...
હંમેશાં કર્મથી જ આદર ન કરાય,
ક્યારેક એ સન્માનભરી નજર જ બસ છે...
યાદોથી આખું જીવન વીતી જાય,
એ એક વિશ્વાસભરી નજર જ બસ છે...
-જૈવિકા ડાભી
No comments:
Post a Comment