Tuesday, 10 March 2015

પ્રેમ


જીવન ના એક માર્ગે થઇ મુલાકાત એમની,
અને વાતો  વાતોમા જ નજર મળી  બેઉની....

મન  એવા વિચારે ચડ્યું કે આ જ છે  તારો  સાથી,
જીવન આખું સાથે વિતાવવું એવી લગની  લાગી...

સમય વિતતા જાણ  થઇ કે એક જ માર્ગ છે બંનેનો, 
ફરી મને પોકાર દીધી કે લાભ ઉઠાવી લે આ તકનો...

દિવસમાં  દરેક ક્ષણે મનમાં ઈચ્છા થતી એમની એક ઝલકની,
આમતેમ નજર ફેરવતા ક્યાંક થતી ઝલક એમની મસ્તી ભરી આંખોની...

મનને જે લુભાવતી હતી એ હતી ફક્ત એમની આંખો,
અને તે જ સાથે દિલમાં વસી ગયો ચેહરો એમનો આખો...

ફરી એક વાર મન વિચારે ચડ્યું આમ અસમંજસ થાય છે કેમ?
દિલ અને મનની લડાઈ વચ્ચે પીસાતો શું આ છે પ્રેમ?

પ્રશ્નો અને વિચારોની માયાજાળમાં અંતે દિલમાં વસ્યો એમનો પ્રેમ,
આંનદનો પાર ન રહ્યો એ વિચારીને કે થયો છે મને પ્રેમ...

પરંતુ એમને મારી ભાવાનોની જાણ થઇ કે મને છે એમના માટે પ્રેમ,
અને દિલ કાચની જેમ તૂટ્યું જયારે જાણ્યું કે એમને નથી એ પ્રેમ....

પીડાઓની આગમાં અંતર બળ્યું જેમ જેમ,
ત્યારે ત્યારે એહસાસ થયો કે આ હતો એક તરફો પ્રેમ....

જેમ તેમ દિલને માનવતા પ્રશ્નોનો જવાબ મળ્યો એમ,
કે આશા-નિરાશા, રાહ, અને પ્રણયની પીડા જ છે પ્રેમ....



-PIC COURTESY- GOOGLE

No comments:

Post a Comment