Friday 20 March 2015

બસ આટલી જ ઈચ્છા...

જન્મ મારો મંગાયેલો હતો, પરિવારમાં એક દીકરીની ઈચ્છા હતી , સર્વ ને એક દીકરી જ જોઈતી હતી...

ખૂબ લાડ લડાવીને ઉછેરી છે મને,
હૈયા સરસી ચાંપી ને સ્નેહ કર્યો છે મને...

કેહવાય છે કે માતા-પિતા એ ઈશ્વરનું સ્વરૂપ છે,
પરંતુ આ વાત ની સત્યતા હવે સમજાય છે મને...

જીવનના દરેક માર્ગે તેમનો સાથ છે, તેમનો આશીર્વાદ છે,
જયારે તે નહિ હોય તેની ઊણપ સારશે મને...

પિતા, જેઓ તેમની આંખોમાં મારી ખુશીના શમણા સજાવે છે,
જેઓ ક્ષણે ક્ષણે મારા માટે તેમનો પરસેવો પાડે છે,
જેઓ હંમેશા તેમના સપનાઓને મારે છે,
જેઓ દિન-રાત મારા માટે પ્રાર્થે છે,
તેવા ગુરુ સમાન પિતાના ચરણોમાંજ મૃત્યુ આવી જાય તેવી ઈચ્છા થાય છે મને...

માતા, જેણે નવ મહિના એની કુખમાં પાળી,
જનમ આપીને જેણે દુનિયા દેખાડી,
જીવનના દરેક -દુઃખ ની મિત્ર બની,
ડગલે ને પગલે મને ઠોકર ખાતા સંભાળી,
 મારા હૃદયની વાત  વગર કહ્યે સાંભળી,
એવી માતાની દરેક જનમમાં હું જ દીકરી બનું એવી ઈચ્છા થાય છે મને...

જો તેઓ મારી સાથે છે તો હું જગ જીતી જાઉં,
દરેક પરિસ્થિતિમાં વિજયી બની ઉભરી આવું,
તેમના સપના પુરા કરવા જગત સાથે લડી આવું,
તેમના વધુ પ્રેમ માટે દરેક છળ કપટ કરી જાઉં,
બસ, આનાથી વધારે જો કંઈ માંગી શકાય તો એટલું જ માંગવાની ઈચ્છા થાય છે મને
કે દરેક જનમમાં આ જ માતા પિતા થી હે પ્રભુ તું આશીર્વાદિત મને...
બસ એટલું જ માંગવાની ઈચ્છા થાય છે મને..

No comments:

Post a Comment