Monday, 26 October 2015

સાથી


એને પામવાની ઈચ્છામાત્ર  જ કરી હતી,
નહોતી ખબર જેટલો છે એનાથી પણ વધારે દુર થઇ જશે.

જીવનભર એનો સાથ રહે ફક્ત એવું જૂઠું શમણું જ સજાવ્યું હતું,
નહોતી ખબર કે એ શમણું મારા વર્તમાન નું સત્ય બની જશે.

હવે તો મારું મન અને આત્મા પણ મારા પર અટ્ટહાસ્ય કરે છે,
નહોતી ખબર કે આવા તુચ્છ સપનાથી પોતાની જાત પરથી ભરોસો ઊઠી જશે.

સત્ય તો એ છે કે હવે આ એકલતા એક અધુરાપણાનો એહસાસ કરાવે છે,
નહોતી ખબર કે એક સમયે આ હરિયાળી દુનિયા પણ ખાલી લાગશે.

તન મનમાં કંપારી સાથે એક ભય થઇ રહ્યો છે,
નહોતી ખબર કે મારું પોતાનું  કાળજું નિર્ભયતાથી શરમાશે.

બસ એક સાથીની જરૂર છે જે હાથોમાં હાથ લઈને મને ઉગારે,
મારા દિલને ખબર પાડે કે દુનિયામાં હજી પ્રેમ અમર છે,

"ને હું તારો સાથી છું."

No comments:

Post a Comment