Monday, 26 October 2015

ભારતીય નૃત્ય


                        પ્રાચીન કાળથી જ ભારતમાં નૃત્યનું પ્રભુત્વ રહ્યું છે. હિંદુ શાસ્ત્રો અનુસાર બ્રમ્હા અ ભરત મુનીને નાટ્યશાસ્ત્ર લખવા માટે પ્રેરિત કર્યા હતા. જેમાં નૃત્ય અને અભિનયને લગતા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ઋગ્વેદમાંથી પથ્ય અર્થાત શબ્દ, યજુર્વેદ અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ને લઇને આ બધાના સંગમથી ગ્રંથ લખાયો જે નાટ્યવેદ ના નામે ઓળખાયો.

                          હિન્દુઓના દેવતા શિવ ભગવાનને નૃત્ય ના દેવતા તરીકે પૂજવામાં આવે છે. શિવનું આક્રોશ ભર્યું તાંડવ, શ્રીકૃષ્ણ ની ગોપીઓ   સાથે રમાતી રાસલીલા અને કાળી માતાનું ઉગ્ર અને પ્રકોપી નૃત્યનું પ્રાચીનકાળમાં પ્રધાનતત્વ હતું. આમ દેવી દેવતાઓના સમયથી જ ન્રત્ય અ ભારતીય સંસ્કૃતિ માં એક મહત્વનો ભાગ  હતું. જૂના કાળથી ચાલી આવતી પ્રથા મુજબ, ભારતીયો  પૂજા કરવા માટે, મનોરંજન માટે અને નવરાશની પળોમાં દેવતાઓ સામે મંદિરોમાં નૃત્ય કરતા હતા. આ ઉપરાંત મોસમી લણણી ને એક તેહવારની જેમ ઊજવવા માટે પણ નૃત્ય કરવામાં આવતું હતું.

                           દેવતાઓના સમયથી જ થયેલા નૃત્યના ઉદયે ટૂંક સમયમાં જ ભારતીય સંસ્કૃતિ માં વિવિધ પ્રકાર ના નૃત્યોને આવરી લીધાં. જેમાં ભારતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, મોહિનીયત્તમ, મણીપૂરી, કથકલી, ઓડ્ડીસી અને સત્તારીયા  જેવા શાસ્ત્રીય નૃત્ય નો મહાન વારસો સમાયેલ છે. આ વારસાને આજે પણ ભારતીયો એ પૂરા સન્માન થી સાચવ્યો છે અને તેને શીખી ને પોતાના જીવન માં અપનાવેલ છે. 

                           શાસ્ત્રીય નૃત્યને ઊંડાણ માં જોવા જઈએ તો  ભારતનાટ્યમ  એ મુખ્યત્વે હસ્ત મુદ્રાઓ અને મુખ અભિનય દ્વારા કરવામાં આવે છે, જે પ્રાચીનકાળમાં બની ગયેલી ઘટનાઓને વ્યક્ત કરે છે. 2000 વર્ષ પેહલા શરૂ થયેલા આ નૃત્યનું ઉદગમ સ્થાન દક્ષિણ ભારતનું તામિલનાડુ છે.

                           ત્યારબાદ કથ્થક જે ઉત્તરભારતનું નૃત્ય છે, જેનો અર્થ વાર્તા/કહાની કેહવી એમ થાય છે. નૃત્ય દ્વારા દર્શકોને વાર્તા કેહવી અને સમજાવવી એ આ નૃત્ય દ્વારા થાય છે.

                           કુચીપુડીએ ભારતના દક્ષિણ પૂર્વના રાજ્ય આંધ્રપ્રદેશનો વારસો છે. જેમાં મુખ્યત્વે નૃત્ય દ્વારા ધાર્મિક બોધ આપવામાં આવે છે. આ  ઉપરાંત રાજકારણ અને રાજકીય મુદ્દાઓ પર પણ વાર્તા પ્રસ્તુત કરી અભિનય  દ્વારા  સંદેશો  પોંહચાડવામાં આવે છે.
                             મોહિનીયત્તમ એ દક્ષિણ ભારત ના રાજ્ય કેરેલામાંથી જન્મેલ છે. જેમાં માત્ર એક સ્ત્રી મનમોહક અને છબીલી અદાઓથી નૃત્ય છે. આ નૃત્ય પ્રકારનો અર્થ ભગવાન પ્રતિ પ્રેમ અને ભક્તિનો છે. એમ કેહવાય છે કે આ નૃત્ય દ્વારા સ્ત્રીઓ પુરુષોને પોતાની અદાઓથી પોતાની તરફ આકર્ષતી હતી.
                             કથકલી પણ દક્ષિણ ભારતના   કેરેલાનો જ એક નૃત્ય પ્રકાર છે. આ નૃત્ય દર્શક ની નજરે   ખૂબ  જ આકર્ષક અને ભવ્ય લાગે છે, કારણ કે આ નૃત્ય ના નર્તકો અને પાત્રો આકર્ષક પેહેરવેશ  અને વિવિધ પ્રકારના વાંજિત્રો જેમ કે ઢોલક  અને સાધનો નો ઉપયોગ કરે છે. ખૂબ  સુંદર શ્રુંગાર કરીને ચકચકિત પાત્ર પોતાનું નૃત્ય પ્રદર્શિત કરે છે જે આંખો ને અંજાવી નાખે તેવું હોય છે.
                              ઓડ્ડીસી  એ પૂર્વ ભારતના રાજ્ય ઓડ્ડીસ્સા નું નૃત્ય છે. આ નૃત્યમાં જે મહત્વનો ભાગ ભજવે છે  એ છે ત્રિભંગી, અર્થાત ત્રણ ભંગ, શરીર ના ત્રણ ભાગ- મસ્તક, ધડ અને કમરથી નીચેના ભાગ ને અદભૂત રીતે ભાગ પાડીને સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે. આ ભંગમાં ચોથો ભાગ પણ શામેલ છે ચૌકા, જ ભગવાન જગ્ગનાથ ની પ્રતીતી  કરાવે છે.
                               સત્તારીયા એ આસામનો નૃત્ય પ્રકાર છે. જેમાં નર્તક નૃત્ય સાથે એક પાત્રીય અભિનયનો સ્વાદ ઉમેરીને પૌરાણિક કથાઓને દર્શાવે છે. આ નૃત્ય પ્રકાર હજી પણ ભારતીય સંસ્કૃતિમાં જીવંત છે.
                               મણીપૂરી એ ઉત્તરભારતના મણીપૂરમાંથી જન્મેલો નૃત્ય પ્રકાર છે. જેમાં  રાધા-કૃષ્ણ ની રાસલીલા તેના નૃત્ય નું મુખ્યબિંદુ છે. ધીમી ગતિએ ભજવાતું આ નૃત્ય ખૂબ જ સુંદરતાથી પ્રેમ ની વાર્તાઓ દર્શાવે છે. આ ઉપરાંત તેમાં મણીપૂરી મૃદંગ નો પણ ઉપયોગ થાય છે.
                                આ આઠ ભારતના શાસ્ત્રીય નૃત્ય છે. જેમનો વારસો વર્ષો જૂનો  છે. પ્રાચીનકાળથી ચાલતી આવતી પૌરાણિક વાર્તાઓ, કથાઓ  અને ઘટનાઓને નર્તકો અદભુત  રીતે પ્રદર્શિત કરે છે. આ દરેક નૃત્ય પ્રકાર  હાલની સદીમાં પણ જીવંત છે. શાસ્ત્રીય નૃત્ય નો ભવ્ય વારસો આજે પણ ક્ષેમ કુશળ જળવાઈ રહ્યો છે. આજની યુવા પેઢીમાં પણ આ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ છે,અને શીખવાની ધગશ પણ છે. અતિશય મેહનત અને  લગન  માંગી લેતા આ નૃત્યો ને આજે પણ પુરજોશથી દર્શાવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિનું ગર્વ છે કે આવા કઠીન નૃત્ય પ્રકાર આજે પણ કાળજી પૂર્વક અને એ જ ઠાઠ અને અર્થ સાથે સચવાઈ રહ્યા છે.તેના માટે કદાચ કોઈ પુરાવાની પણ જરૂર નથી. પૂરા  ભારતમાં યોજાતા વિવિધ કાર્યક્રમમાં ભગવાનની અર્ચના કરવા માટે, અને યુવા મહોત્સવમાં વિવિધ  શાસ્ત્રીય નૃત્યના વિભાગો રાખીને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.સમગ્ર ભારત માં તો  શાસ્ત્રીય નૃત્યનો વૈભવ છે જ પરંતુ વધારે ચોક્કસપણે દક્ષિણ ભારતમાં આ વારસો સલામત છે.
                                  ખાસ કરીને ભારત પોતાના વારસાને પ્રદર્શિત કરવામાં કદીયે પાછળ પડતું નથી. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ ભારત ની રાજધાની દિલ્હી ખાતે યોજાતી વિશાળ રેલીમાં દરેક રાજ્ય પોતાના રાજકીય શાસ્ત્રીય નૃત્યને  પ્રદર્શિત કરે છે જેથી સમગ્ર ભારત અને ભારતમાં આવેલા વિદેશી મેહમાનોને આપણા  વૈભવી વારસાની જાણકારી થાય, અને એ કેહવામાં જરાય સંકોચ નથી કે  વૈભવી વારસાના વારસદાર છીએ.
                                   આ આઠેય શાસ્ત્રીય નૃત્યનું ભારતીય સંસ્કૃતિમાં પાયાનું અને ખૂબ  જ મહત્વ છે. આ આઠ  નૃત્ય પ્રકાર એ પ્રાચીન કાળથી અને આજની સદીમાં બનતી દરેક ઘટનાઓને સુંદર અને અદભુત  રીતે દર્શાવે છે.
                               
                                  ઉપરોક્ત દર્શાવ્યા છે ભારતીય સંસ્કૃતિના આઠ મહત્વના શાસ્ત્રીય નૃત્ય પ્રકાર. પરંતુ સમગ્ર ભારતના સરેક રાજ્યમાં પોતાના આગવા લોકનૃત્ય છે.દરેક રાજ્યની રેહણીકરણી અને પરંપરાઓ નું પ્રતિનિધિત્વ કરતા નૃત્યો પણ જૂના સમયથી જ રચાયેલા છે. આ લોકનૃત્યો પણ આપણી ભારતીય સંસ્કૃતિનો વરસો છે. દરેક રાજ્ય પોતાના ખીશીની ક્ષણોમાં અને તેહવારોમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને  લોકનૃત્ય ની મજા માણે  છે. દરેક લોકનૃત્યનો પોતાનો આગવો અંદાજ છે.
                                  ગુજરાતથી શરૂઆત કરતા, ગુજરાતના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. નવરાત્રીના તેહવારમાં નવ દિવસ ગુજરાતીઓ ગરબાના તાલે નાચે છે. જેમાં રાસ-ડાંડિયાનો પણ સમાવેશ થાય છે. નવ દિવસ ના માતાજી ના વ્રત કરી ને કન્યાઓ ગરબા દ્વારા માતાજીની ભક્તિ કરે છે.
                                  પંજાબનું ભાંગળા લોકનૃત્ય લોહરી ના તેહવારના સમયે અને કોઈપણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવે છે.
                                   રાજસ્થાની ઘૂમર નૃત્ય જેમાં સ્ત્રી-પુરુષ સાથે અને ફક્ત સ્ત્રીઓ દમદાર ઘૂમર રમે છે. જેમાં તેઓ વિવિધ સાધનો જેમકે થાળ, દીવા, ખીલીઓથી ભરેલ પાટીયા વગેરે વાપરીને અદભુત  લોકનૃત્ય કરે છે.

મહારાષ્ટ્ર - લાવણી , પાવરી નાચ
કેરેલા - પદયાની
ગોઆ - કોલી
પશ્ચિમ બંગાળ - ગંભીરા ,કાલીકા પાટડી , અલ્કપ , દોમની
ત્રિપુરા - હોજાગીરી
તામીલનાડુ - કામંડી ,દેવરાત્ત્મ , કુમ્મી , કોલાત્તમ, કરાગમ ,મોરનાચ , પામ્પુઅત્ત્મ (સર્પનાચ ), ઓલીયાત્તમ
સિક્કિમ - સિંઘી છામ
પોંડીચેરી - ગરાડી
ઓડ્ડીસ્સા - ધુમુરા
મીઝોરોમ - ચેરો
નાગાલેન્ડ - ચાંગ લો
મણીપૂર - ઢોલ ચોલોમ, થંગ  થા
મધ્યપ્રદેશ - તેરતાલી , ચર્કુલા, જાવરા , મટકી
કાશ્મીર - દુમ્હાલ
કર્ણાટકા - યક્ષ ગંગા, બયાલતા, ડોલું કુનીયા
હિમાચલ પ્રદેશ - કિન્નૌરી નટી , નમગેન
હરિયાણા - સાંગ , છથી, ધમાલ, લૂર, ગુગ્ગા
છત્તીસગઢ - પન્થી, રૌત , ગોર મોરિયા
આસામ - બીહુ
અરુણાચલ પ્રદેશ - બારડો છામ

                                       આ ફક્ત રાષ્ટ્રીય સ્તરે પ્રત્યેક રાજ્યના પ્રખ્યાત લોકનૃત્ય છે. પરંતુ આના સિવાય દરેક રાજ્યના પ્રાદેશિક લોકનૃત્ય  છે. અર્થાત  ભારતના આ વિશાળ વારસામાં અનેક સંસ્કૃતિ સમાયેલ છે. આ દરેક શાસ્ત્રીય નૃત્ય એ ભારત નું ગૌરવ છે.
                                        આપણો  વારસો ગૌરવશાળી એટલા માટે કારણ આ દરેક નૃત્ય ભારતીય સિનેમા અને ફિલ્મોમાં પણ દર્શાવાયેલ છે અને હજી પણ દર્શાવાય છે. અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ નૃત્યો ને પૂરા  હૃદયથી પ્રદર્શિત કરે છે. દિગ્દર્શકો પણ આ વારસાનો ફિલ્મો દ્વારા પ્રચાર પ્રસાર કરે છે.
                                         ભારતે ફક્ત ભારતીય સંસ્કૃતિ જાળવી જ નથી રાખી પરંતુ તેને બહાર વિદેશોમાં પણ ચમકાવી છે. વેસ્ટર્ન ડાન્સ પણ ભારતીયોએ અપનાવ્યો છે. એ કેહતા પણ ગર્વ થાય છે કે ભારતીયો શાસ્ત્રીય નૃત્ય કે લોકનૃત્ય સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ પશ્ચિમી નૃત્ય ને પણ અદભુત  રીતે નિભાવે છે. આજના યુવાનો પર વેસ્ટર્ન ડાન્સનો પ્રભાવ ખૂબ  જ છે. આજની પેઢી શાસ્ત્રીય નૃત્યની સાથે સાથે વેસ્ટર્ન ડાન્સ પણ એટલી  જ કાળજીથી અને સફળતાપૂર્વક દર્શાવે છે. યુવાપેઢીની આ આવડત અને પ્રતિભાને પ્રોત્સહાન  આપવા માટે અનેક કાર્યક્રમો ટેલીવિઝન પર અને ટેલીવિઝનની બહાર પણ યોજવામાં આવે છે. જેથી યુવાપેઢીને  નવી દિશા મળે, અને બાળકો પોતાના ભવિષ્યને ઉજળું બનાવી શકે.
                                         આ નૃત્યના ક્ષેત્રમાં પણ ઘણી  મોટી હસ્તીઓ થઇ ગઈ. જેમણે  આ ક્ષેત્રમાં ઊંચી પદવી  મેળવી અને સક્ષમ જીવન વિતાવ્યું.  ભારતીય નૃત્ય આજના યુગમાં 360 ડીગ્રીથી અને પૂર  જોમ ને જુસ્સાથી  વ્યાપી ચુક્યું છે. ઘણાં  હજી મહાન બનવાની હોળમાં  નૃત્ય ક્ષેત્ર દ્વારા જોડાઈ ગયા છે. આ ભારતીય કળા દરેક ભારતીયના ભવિષ્યમાં સુંદર અને વૈભવી પાના દેશે. કદાચ આનાથી વધારે ગર્વની વાત ભારતીય  નૃત્ય માટે કોઈ જ નહિ હોય.

No comments:

Post a Comment