Sunday, 29 November 2015

શૂન્યમય


જે આંખોથી હું અંજાઈ ગઈ હતી,
તેનો સંપૂર્ણ નશો ઉતારી દીધો...

જે વાતોમાં હું ખોવાઈ ગઈ હતી,
ગમ ખાઈને તે દરેકને વીસરાઈ ચુકી...

જે યાદોમાં આખી જીંદગી જીવી,
તેને ભૂંસીને એ જીંદગીને જ મારી નાખી... 

જે સ્મિતથી મારું હૈયું છલકાતું હતું,
તેને નયન નીતરતા આંસુમાં ઓગાળી દીધું...

જે નામ માત્રથી ચેહરાનો રંગ ઉડી જતો,
તેને છુપાવા એક નકાબ ઓઢી લીધો...

એમને ભૂલી ગયાનું જે ગુમાન હતું,
એ એક જ ક્ષણમાં ભાંગી પડ્યું...

ને જે શૂન્યમાંથી આગળ વધવાની શરૂઆત કરી,
અંતે એ જ શૂન્યે પાછી આવી ઉભી રહી...

- જૈવિકા ડાભી 

No comments:

Post a Comment