જન્મ થયો ને દુનિયાને નરી આંખે જોઈ પણ નહોતી,
ને મારું મૂલ્યાંકન થયું કે હું મારા પિતા સમાન દીઠું છું...
હજી તો આ કપરી ધરા પર ડગ માંડ્યા પણ નહોતા,
ને મારું મૂલ્યાંકન થયું કે હું મારી માતાની છવી છું...
કલમ લઈને કાપીમાં 'ક' ઘૂંટતા શીખી પણ નહોતી,
ને મારું મૂલ્યાંકન થયું કે હું મહાન બુદ્ધિજીવી બનીશ...
દુનિયાદારી સમજવાના જ્યાં હું પ્રયાસ કરતી હતી,
ને મારું મૂલ્યાંકન થયું કે હું એકદમ નાસમજ છું...
અન્ય સ્ત્રીની જેમ સોળ શ્રુંગાર તો શું કર્યું,
ને મારું મૂલ્યાંકન થયું કે હું બહુ ગર્વિષ્ઠ છું...
સામાન્ય માનવીની જેમ જીવનસાથીનું શમણું જ જોયું,
ને મારું મૂલ્યાંકન થયું કે હું ચરિત્રહીન છું...
સંબંધોને લાગણી અને ચતુરાઈથી જોતરતી હતી,
ને મારું મૂલ્યાંકન થયું કે હું દંભી છું...
ઘડીએ ઘડીએ ને ઠેર ઠેર મારું મૂલ્યાંકન કરાયું,
પરંતુ મારા મનની વાત જાણી લઉં એ કોઈને ન સમજાયું...
ને જયારે જયારે મારું મૂલ્યાંકન કરાયું,
ત્યારે ત્યારે મારું સ્વમાન છે હણાયું...
No comments:
Post a Comment